પરેશ ધાનાણીએ 23 સિંહોના મોત પર કર્યો ચોંકાવનારો ખુલાસો, રાજ્ય સરકારને લીધી ભીંસમાં

ગીરના જંગલમાં દલખાણિયા રેન્જમાં 12મી સપ્ટેમ્બર બાદથી અત્યાર સુધીમાં ટપોટપ 23 સિંહોના મોત મામલે બરાબરનું રાજકારણ ગરમાયું છે. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર જબરદસ્ત મોટો આક્ષેપ મૂકતા કહ્યું કે મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાતના 23 સિંહોનું બલિદાન લેવામાં આવ્યું છે.
અહીંથી ના રોકાતા સિંહોના મોત અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે મારું માનવું છે કે સિંહોના ભોજનમાં ઝેર ભેળવવામાં આવ્યું હોઈ શકે છે. સિંહોનાં મોત એક ષડયંત્ર છે. આ અંગે રૂપાણી સરકારે જવાબ આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ગીરમાં સિંહોના મોત થતાં રાજ્ય સરકાર તો હરકતમાં આવી ગઇ છે પરંતુ આખા દેશમાં આ મુદ્દે ચર્ચા થવા લાગી છે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

More videos

See All