બુલેટ ટ્રેન યોજનામાં જતી ફળદ્રુપ જમીનો બચાવવા ખેડૂતોની વિરોધ યાત્રા

અમદાવાદ-મુંબઈ વચ્ચે આકાર લઈ રહેલા જાપાન સરકાર સહાયિત મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે આંદોલનની તૈયારી થઈ રહી છે. ખેડૂતો અને લોકોની અનિચ્છાથી થઈ રહેલા આ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ સામે અમદાવાદથી શરૃ કરીને છેક મુંબઈ સુધી વિરોધ યાત્રા કાઢવાનું આયોજન ઘડાયું છે, જેની ગુજરાત ખેડૂત સમાજ-સંગઠન દ્વારા ટૂંક સમયમાં જાહેરાત થશે.
સૂત્રો કહે છે કે, પ્રોજેક્ટના રૃટ ઉપર ૧૫૯ જેટલા ગામડાઓના ખેડૂતોને ગંભીર અસર થઈ રહી છે. આ ખેડૂતોની જમીનો ફળદ્રુપ હોઈ તથા તેની ઉપર તેમના પરિવારો નભતાં હોઈ તેઓ પોતાની મહામૂલી જમીનો પ્રોજેક્ટ માટે આપવા તૈયાર નથી, એટલે અસરગ્રસ્ત થનારા ખેડૂતો પણ યાત્રામાં જોડાશે.

More videos

See All