સીએમ વિજય રૂપાણીએ સ્વીકારી ફિટનેસ ચેલેન્જ, શેર કર્યો વિડીયો

સોશિયલ મીડિયા પર કસરત કરતા વિડીયો શેર કરીને બીજાને ફિટનેસ ચેલેન્જ આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગઇકાલે મોડી રાતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય મંત્રી રાઠોડની #FitnessChallenge સ્વીકારીને ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. તેમણે આ ફિટનેસ ચેલેન્જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને આપી છે.
ઉલ્લેખનીય છે કે આ ફિટનેસ ચેલેન્જ વિરાટ કોહલીએ શરૂ કરી હતી અને તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી, ત્યારબાદ આ ટ્રેન્ડ ચાલુ થયો હતો. આ ફિટનેસ ચેલેન્જમાં બોલિવુડ સેલેબ્સથી લઇને નેતાઓ તેમજ સામાન્ય માણસો પણ જોડાઇ રહ્યા છે.

More videos

See All