રાજકોટ સહિત આ 6 બેઠકો પર કોંગ્રેસ તરફથી 8 મહિલાઓએ નોંધાવી દાવેદારી

લોકસભાની ચૂંટણીઓ માટે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઇને અત્યારે મથામણો કરી રહી છે, ત્યારે ગુજરાત કૉંગ્રેસમાં 8 મહિલાઓએ લોકસભા માટે દાવેદારી નોંધાવી છે. આ 8 પૈકી 3 મહિલાઓને કૉંગ્રેસ લોકસભાની ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલાઓને 33 ટકા અનામતની વાત કરી હતી. કૉંગ્રેસ તરફથી 2 બેઠક પર બે-બે મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. અમરેલી બેઠક પર 2 મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જેની ઠુમ્મર અને કોકિલા કાકડીયાએ અમરેલીની ટિકિટની માંગણી કરી છે. તો દાહોદ બેઠક પરથી પણ 2 મહિલાઓએ દાવેદારી નોંધાવી છે.
દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવડીયા અને ચંદ્રિકા બારીયાએ ટિકિટની માંગણી કરી છે. કચ્છ બેઠક પરથી કોકિલા પરમારે દાવેદારી નોંધાવી છે. તો સુરેન્દ્રનગર બેઠક પરથી કલ્પના મકવાણાએ દાવેદારી નોંધાવી છે. રાજકોટ લોકસભા બેઠકની ટિકિટની માંગણી ઉર્વશી પટેલે કરી છે. તો જૂનાગઢ બેઠક પરથી જલ્પા ચુડાસમાએ દાવેદારી નોંધાવી છે. વાત કરીએ સુરેન્દ્રગરથી કલ્પના મકવાણાની તો તેઓ ચોટીલાનાં MLA ઋત્વિક મકવાણાનાં પિતરાઈ બહેન છે અને સુરેન્દ્રનગર જિલ્લાનાં કૉંગ્રેસનાં પ્રમુખ છે. તો રાજકોટનાં ઉર્વશી પટેલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનાં વૉર્ડ નંબર 12નાં કૉર્પોરેટર છે. તેઓ કૉંગ્રેસનાં પૂર્વ MLA અને પૂર્વ શિક્ષણમંત્રી બળવંત મણવરનાં પુત્રી છે. અત્યારે તેઓ આયુર્વેદિક કૉલેજ પણ ચલાવી રહ્યા છે અને પ્રખર કૉંગ્રેસી છે

More videos

See All