ગુજરાત કોંગ્રેસ પ્રમુખ વિરૂદ્ધ ગોઠવાતો બળવાનો તખ્તો, વધુ 9 MLAએ કરી ગુપ્ત બેઠક

જૂથવાદના સડાથી ખદબદતી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણી પરિણામો પછી યુવા નેતાગીરીને પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપી હતી, જોકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ટીમે ટૂંકા સમયમાં જ કોંગ્રેસને મોટું નુકસાન કરાવ્યું છે. તેમના કાળમાં જ બે ધારાસભ્યો કોંગ્રેસે ગુમાવ્યા, પાંચ જિલ્લા પંચાયતો ગુમાવી, 19 તાલુકા પંચાયતો તેમજ ઠેકઠેકાણે અનેક ગાબડાં પડયા છે. આમ યુવા નેતાગીરી સરીઆમ નિષ્ફળ ગઈ છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના કારણે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે ગમે તે ઘડીએ પ્રમુખ અમિત ચાવડા સામે બળવો પણ થઈ શકે છે. કાર્યકરોએ રાહુલ ગાંધીને મળવાનો પણ સમય માંગ્યો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ સર્તક થયા છે.
આશા પટેલના રાજીનામાં બાદ અન્ય ધારાસભ્ય બળવાના માર્ગે ચીલી રહ્યાના વાવડ મળી રહ્યા છે. કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ગુપ્ત મીટિંગ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક લોકોએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યાની ચર્ચા છે. પ્રદેશ પ્રમુખ ચાવડાની કાર્યશૈલીથી કેટલાક ધારાસભ્ય નારાજ છે.લોકસભા ચૂંટણી પહેલા પ્રમુખ સામે બાંયો ચડાવવા MLA એકજૂટ થયા છે.
 

More videos

See All