પાટણ લોકસભાની બેઠકને લઈ કોંગ્રેસમાં ખટરાગના સંકેતો, અલ્પેશ ઠાકોર માટે ઘી-કેળા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે પાટણની મુલાકાતે હતા અગામી દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે જેના ભાગરૂપે પાટણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવી પહોચ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા ગુજરાત પ્રવાસે આવનાર છે. જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, લાખા ભરવાડ, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહીતના દિગ્ગજ નેતાઓની પાટણ અને સિધ્પુર ખાતે બેઠક યોજી સ્થળ પસંદ કરવા તેમજ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ અંગે સમિક્ષા કરી હતી.

More videos

See All