ગુજરાતમાં ખેડૂતોને પરિવારદીઠ મળશે આટલા રૂપિયા, નીતિન પટેલે કર્યો ખુલાસો

આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુવાઘણી, કૌશિક પટેલ વડોદરાની મુલાકાતે છે, નાયબ મુખ્યમંત્રી ના હસ્તે વેકસીન મેદાનમાં કલેકટર કચેરી ભૂમિ પૂજન કરશે. વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફન કલબ આયોજિત 4400 પરિવારને મા કાર્ડ ના વિતરણ માં પણ ભાગ લેશે. નીતીન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવતા દાન મુદ્દે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, લોકો પોતાની ઇચ્છા મુજબ પાર્ટીને દાન આપી શકે છે. ભંડોળ એકઠુ કરવા માટે કોઇને ટાર્ગેટ આપવામા આવ્યો નથી. તેવી પણ નાયબ મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરી છે.
વડોદરામાં એક કાર્યક્રમમાં ખેડૂતોના સહાય મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. નીતીન પટેલે જણાવ્યું કે, પરિવારદીઠ ખેડૂતોનો 6 હજાર રૂપિયા આપવામાં આવશે આ મુદ્દે કોંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે તેવો પણ આક્ષેપ ડેપ્યુટી Cmએ કર્યો છે.