રાજ્ય સરકારે કૌભાંડી જમીન વિકાસ નિગમને તાળા મારવાનો કર્યો નિર્ણય, આપી સૈદ્ધાંતિક મંજૂરી

રાજ્યનાં સૌથી મોટા કૌભાંડકારી કૉર્પોરેશન તરીકે સામે આવેલા જમીન વિકાસ નિગમને આખરે સરકારે તાળા મારવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે જળસંચયની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.
લાંચરૂશ્વતનું આ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં નિગમનાં તમામ ટોચનાં અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તો હવે રાજ્ય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકારે જમીન વિકાસ નિગમ ને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. નિગમનાં 400 કર્મચારીઓનો અન્ય સરકારી વિભાગોમાં કે બોર્ડ કોર્પોરેશનમાં સમાવેશ કરવામા આવશે. આ ઉપરાંત નિગમ અંતર્ગતની જે યોજનાઓ છે તે યોજનાઓને સીધી રીતે સિંચાઈ અને કૃષિ વિભાગ હેઠળ ચાલુ રાખવામાં આવશે.

More videos

See All