પેથાપુર ન.પા.ની પેટા ચૂંટણીમા કોંગ્રેસના પંજાની થપાટે ભાજપનો ગઢ ધરાશાયી

પેથાપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવારને હરાવીને અપસેટ સર્જ્યો છે. જે વોર્ડમાં કોંગ્રેસ પગ ઘુસાડવામાં સફળ રહ્યુ છે તે વોર્ડ વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. અહિ કોંગ્રેસે ભાજપને થપાટ મારી ગઢમાં ગાબડા પાડયા છે. આ સાથે ભાજપનું પેથાપુર નગરપાલિકાના પ્રમુખ પદ જાળવી રાખવાનું સ્વપ્ન પણ રોળાઇ ગયુ છે. ઉલ્લેખનીય છેકે, આગામી દિવસોમાં પ્રમુખની મુદ્દત પુર્ણ થાય છે. નવા રોટેશન પ્રમાણે પ્રમુખપદ એસસી ઉમેદવાર માટે અનામત છે. ભાજપ પાસે એસસી ઉમેદવાર નહી હોવાના કારણે વોર્ડ નંબર-૪ના એક ઉમેદવારને સ્વૈચ્છાએ રાજીનામું અપાવીને એસસી ઉમેદવારને ટીકીટ આપી પેટા ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
આજે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ ભાજપમાં સન્નાટો પ્રસરી ગયો હતો. કોંગ્રેસના ઉમેદવારે પ્રથમથી જ લીડ મેળવી હતી. જે અંત સુધી જાળવી રાખી હતી. ઉલ્લેખનીય છેકે, ગત ૨૫ તારીખે વોર્ડ નં બર-૪ની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે ફાલ્ગુનીબેન રમેશભાઇ વાઘેલા તથા કોંગ્રેસે હંસાબા કનુસિંહ વાઘેલાને ટિકીટ આપી હતી.
આ ચૂંટણીમાં જ્યોત્સનાબેન વાઘેલા અપક્ષ તરીકે ચૂંટણી લડયા હતા.  ચૂંટણીમાં  ૬૧ ટકા મતદાન થયુ હતું.  મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ફાલ્ગુનીબેન વાઘેલાને માત્ર ૫૦૬ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હંસાબા વાઘેલાને ૧૧૬૪ મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર ફાલ્ગુનીબેનને ૮૯ મત મળ્યા હતા. નોટામાં ૩૭ મત પડયા છે.અપક્ષ ઉમદેવાર ચૂંટણી પરિણામમાં ખાસ કોઇ ફરક પાડી શક્યા નહતા. કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થતા કોંગ્રેસ ખેમામાં હર્ષનું મોજુ ફરી વળ્યુ હતું. કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડુ પાડયુ હતું. ઉલ્લેખનીય છેકે, આ વોર્ડ ભાજપનો વર્ષોથી ગઢ ગણાય છે. ગત સામાન્ય ચૂંટણીમાં અહિથી ભાજપની પેનલ જંગી બહુમતી સાથે વિજેતા બની હતી. ભાજપના ઉમેદવારના કારમા પરાજયથી  નગરપાલિકાનું પ્રમુખપદ મેળવવાનું ભાજપનુ સ્વપ્ન ચકનાચુર થઇ ગયુ છે.  ઉલ્લેખનીય છેકે, આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ પ્રમુખની મુદ્દત પુર્ણ થાય છે.

More videos

See All