ગુજરાતમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક, CM, ડે.CM દિલ્હી પહોંચ્યા

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના અવસાન અંગે ગુજરાત સરકારે રાજ્યમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ગુરૂવારે સાંજે દિલ્હી પહોંચીને ગુજરાત વતી શ્રધ્ધાંજલી અપર્ણ કરી હતી. રાજ્યપાલ ડો.ઓ.પી. કોહલીએ સ્વ.વાજપેયીના નિધન અંગે શ્રધ્ધાંજલિ પાઠવતા કર્મચારીગણની સાથે શોકસભા યોજીને રાજભવનમાં બે મિનિટનું પાળ્યુ હતુ. ગુજરાતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં સ્વર્ગસ્થના માનમાં ૧૬થી ૨૨મી ઓગસ્ટ દરમિયાન અડધીકાઠીએ ફરકાવાશે. શુક્રવારે પતેતી ઉપરાંત વાજપેયીના નિધનને પગલે રાજ્યમાં સરકારી રજા જાહેર કરાઈ છે.
વાજપેયી શાંતિ માટે પ્રયત્નશીલ નેતા : એહમદ પટેલ
વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવતાં રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે જણાવ્યું હતું કે, વાજયેપી બધાને સાથે લઈ ચાલનારા, લોકશાહીમાં વિશ્વાસ રાખનારા અને શાંતિ માટે હંમેશાં પ્રયત્નશીલ રહેનારા નેતા હતા.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, સંવેદન પુરુષ અટલ બિહારી વાજપેયીના અવસાનથી એક પિતામહનું અવસાન થયું છે. લોકશાહીના રખેવાળના અવસાનથી ભારત દેશની રાજનીતિનો અતૂટ સેતુ તૂટી ગયો છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આ યુગના સૌથી મોટા નેતાની ચીરવિદાયથી કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. અટલબિહારીજીને પક્ષાપક્ષીથી પર દરેક વ્યક્તિએ પ્રેમ-આદર સન્માન આપ્યા છે. તેમની વિશાળતા, દેશભક્તિ અને રાષ્ટ્ર માટેનો સર્મપિત ભાવ સૌને પ્રેરણા આપતો રહેશે.
વાજપેયીજી લોકહદયના સિંહાસને બિરાજતા નેતા હતા. ભૂકંપ પછી કચ્છને બેઠુ કરવા તેમણે ખાસ પેકેજ આપ્યુ હતુ જેના બળે આજે ત્યાં ઉદ્યોગો ધમધમે છે. ગોલ્ડન કોરિડોરમાં ગુજરાતના હાઈવે માટે તેમના નિર્ણયો અનન્ય છે.

More videos

See All