ચેન સ્નેચરો સામે સરકારની લાલ આંખ: ચીલ ઝડપમાં 10 વર્ષ સુધીની સજા, 25 હજારનો દંડ

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મામલે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચેઈન સ્નેચિંગ કરનારને 5 વર્ષથી 10 વર્ષ સુધીની સખત કેદની સજા અને 25 હજારનો દંડ કરવાની જાહેરાત કરી છે. તેમજ ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા કરે કે ભય ઉભો કરે તો પણ 3 વર્ષની સખત કેદની સજાની જાહેરાત કરી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે મહિલાઓને સુરક્ષા પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મહિલાની સુરક્ષા માટે સરકારે નક્કર પગલું ભરીને મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કર્યો છે. સરકાર વટહુકમ બહાર પાડીને મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે.
તાજેતરમાં ધોડાદહાડે કિંમતી વસ્તુ લુંટવાના બનાવોમાં વધારો થતા સરકારે આ પગલું ભર્યું છે. લુંટારુઓ મંદિર, બેંક આસપાસ, શોપિંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે જાહેર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યક્તિને ચેન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ ઝૂંટવી નાસી છૂટતા હોય છે. ત્યારે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી સૂચના સાથે વટહુકમ લાવવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં આઈપીસીની કલમ અંતર્ગત ચોરીના ગુનામાં 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. તેમજ હવે આ વટહુકમથી સજામાં વધારો થવાની ચેઈન સ્નેચિંગના ગુનામાં ઘટાડો થશે.

More videos

See All