ધાનાણીએ લગાવેલા આરોપોને લઈને R.C. ફળદુ આકરા પાણીએ, કોર્ટની આપી ધમકી

કૃષિમંત્રી R.C. ફળદુની મગફળી કૌભાંડ મામલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરેશ ધાનાણીએ કૃષિમંત્રી પર કરેલા આક્ષેપોને લઇને આરસી ફળદુ આકરા પાણીએ જણાયા હતા. તેમને કહ્યું કે, મગફળી કૌભાંડને લઈને પરેશ ધાનાણીએ મારી વ્યક્તિગત આબરૂ પર હાથ નાખ્યો છે. જો ધાનાણીએ લગાવેલા આરોપો સાબિત કરે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફળદુએ કહ્યું કે, ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી હતી. 4.75 લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળી રાજ્યમાંથી ખરીદાઈ હતી, અને ટેકાના ભાવે ખરીદેલી મગફળી નાફેડે માર્કેટમાં વહેંચી હતી. ત્યારબાદ વેચાણ કરાયેલી મગફળીમાં ભેળસેળ અંગે ફરિયાદ નોંધાઈ હતી. તેમને ઉમેર્યું કે, મગફળી કાંડમાં કોઈને પણ છોડવામાં નહીં આવે. કોંગ્રેસના નેતા ધાનાણીએ મારા ખોટા આરોપો લગાવી સસ્તી લોકપ્રસિદ્ધિ કમાવવાનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં મારું અને મારા પરિવારનું ખોટી રીતે નામ ઉછાળ્યું છે. જો તેમને લગાવેલા આરોપ સાચા ઠરશે તો જાહેર જીવન ત્યાગી દઈશ.
ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ અને ભાજપના બંન્નેના નામ ખુલ્યા છે. કોંગ્રેસના નામ ખુલતા કોંગ્રેસ અકળાઇ ગઇ છે. ચીમન શાપરીયા પર વિપક્ષી નેતાએ આક્ષેપો કર્યા હતા. નાફેડ દ્વારા ઓઇલ મિલરોને મગફળી વહેંચી દેવામાં આવી છે. ધાનાણીએ રાજકીય લાભ મેળવવા ધરણા કરી રહ્યા છે. હરિપર સહકારી મંડિળી દ્વારા કોઇ પણ ગેરરીતિ કરવામાં આવી નથી. જો ગેરરીતિ કરવામાં આવી હોય તો સાબિતી આપે.

More videos

See All