વગદાર કે નેતાના ગેરકાયદે બાંધકામો તોડવા પોલીસ બંદોબસ્ત મળતો નથી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરભરમાં રોડ ખુલ્લા કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેની માટે પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત મળી રહ્યો છે પણ અમદાવાદ મ્યુનિ.ને વગદારોના ગેરકાયદે બાંધકામો તોડવા માટે પોલીસ બંદોબસ્ત મળતો નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટર કમ બિલ્ડર દશરથ પટેલ દ્વારા શહેરના બોડકદેવના જજીસ બંગલા રોડ ઉપર આવેલા શક્તિ-૨૧ નામના કોર્મર્શીયલ કોમ્પલેક્ષની પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયું હતુ. કોમ્પલેક્ષના સભ્યો એક વર્ષથી ફરિયાદ કરી રહ્યાં છે પણ તે ગેરકાયદે બાંધકામ તોડાતુ નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદભાઇ મોદીએ ઇન્દ્રપુરી વોર્ડના રબારી કોલોની ચાર રસ્તા પાસે મંગલદીપ એસ્ટેટના શેડ નંબર ૪માં ગેરકાયદે બાંધકામ ચણી દીધું છે પણ મ્યુનિ.ને તે તોડવા માટે પોલીસ બંદોબસ્ત મળી રહ્યો નથી.
 
 
 
 
અમદાવાદ મ્યુનિ.એ પ્રહલાદ મોદી દ્વારા ઉભા કરેલા ગેરકાયદે બાંધકામને નોટિસ આપવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને ગત ૧૭મી જુલાઇના રોજ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું નક્કી કરાયું હતુ પણ અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓને પોલીસ બંદોબસ્ત મળી રહ્યો નથી જેથી આ બાંધકામ તોડવામાં આવી રહ્યું નથી. બીજી તરફ બોડકદેવના જજીસ બંગલા રોડ ઉપર ભાજપના પૂર્વ કોર્પોરેટરે શક્તિ -૨૧ નામના કોમ્પલેક્ષની પાર્કિંગ તથા ટેરેસની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કર્યું હતુ પણ તે એક વર્ષથી તોડવાનો સમય મ્યુનિ.ના અધિકારીઓને મળી રહ્યો નથી. જેટલી ઉતાવળ રોડ ઉપરના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં થઇ રહી છે તેટલી રસ મ્યુનિ.ના અધિકારીઓને વગદાર લોકોના ગેરકાયદે બાંધકામો તોડવામાં પડતો નથી.

More videos

See All