અજાણ્યા શખ્સે પાલિતાણાના MLAના ATMમાંથી 2 લાખ ઉપાડ્યા, ફરિયાદ

પાલિતાણાના ધારાસભ્ય તળેટી રોડ એસબીઆઇ બેન્કમાં ખાતુ ધરાવે છે. તેમના એટીએમના પાસવર્ડ મેળવી બે લાખ રૂપીયા તથા અમદાવાદના ઈસમના ખાતામાંથી 23 હજાર રૂપિયા કોઇ અજાણ્યા શખ્સો છેતરપિંડી કરી ઉપાડી ગયાની પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા કે જેમનું તળેટી રોડ પર આવેલ એસબીઆઇ શાખામાં સેવિંગ્સ ખાતુ ધરાવે છે. અને તેના એટીએમના પાસવર્ડ મેળવી ગત તા.28/5 થી તા.1/6 સુધીમાં કોઇ અજાણ્યા શખ્સે રૂ.2,05,000 ઉપાડી લીધાની તેમના પુત્ર અરુણભાઇ ભીખાભાઇ બારૈયાએ ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેમના અમદાવાદ ખાતે રહેતા રાજેશભાઇ જાદવભાઇ બારૈયાના આ જ શાખાના એટીએમમાંથી રૂ.23 હજાર ઉપડી ગયાની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

More videos

See All