MLA સંગીતા પાટીલના માનહાનિના દાવામાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને સુરત કોર્ટનું તેડું

સુરત શહેર લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે કરેલા માનહાનીના દાવામાં પ્રદેશ કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા 25મી ફેબ્રુઆરીએ રૂબરૂ હાજર થવા કોર્ટે આદેશ કર્યો છે. મહારાષ્ટ્રના ધુલિયા સ્થિત યશવંતરાવ ચૌહાણ, મહારાષ્ટ્ર મુક્તા વિદ્યાપીઠમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરવા ગત વર્ષે જૂન માસમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે પરીક્ષા આપી હતી.
સંગીતા પાટિલના સ્થાને અજાણી યુવતી ડમી ઉમેદવાર તરીકે બેસી પરીક્ષા આપી રહી હોવાનો શિવસેનાના સુરત એકમના પ્રમુખ વિલાસ પાટીલે દાવો કર્યો હતો.
હકીકત ઉજાગર કરવા તેઓ શિવસેનાના કાર્યકરો સાથે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા. અહીં કેન્દ્રના ઇન્ચાર્જને હકીકતથી અવગત કરી તપાસ કરવા દેવા માંગણી કરી હતી. જોકે, પ્રિન્સિપાલે સીધી તપાસ કરવા નહીં દેતા ભારે હોબાળો મચી ગયો હતો. સમગ્ર મામલો સ્થાનિક સોનગીર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસને સાથે રાખી થયેલી તપાસમાં ટી.વાય.બી.એની પરીક્ષા આપી રહેલા ઉમેદવાર ધારાસભ્ય સંગીતા પાટીલ પોતે જ હોવાનું બહાર આવ્યું હતું.

More videos

See All