વ્યારામાં રેલી કાઢી કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું- ‘તમામ તબક્કે ભાજપ સરકાર નિષ્ફળ’

ગુજરાત રાજયની ભાજપ સરકાર કૃષિ, આરોગ્ય, શિક્ષણ, કાયદો-વ્યવસ્થા, રોજગારી, મોંઘવારી સહિત તમામ મોરચે સદંતર નિષ્ફળ નિવડી હોય, જેના શાસનમાં મૂડીપતિઓ અને મળતીયાઓને જ અંગત લાભો યોજનાઓનો દુરપયોગ કરાતો હોવાના આક્ષેપ સાથે સોમવારે વ્યારામાં કોંગ્રેસે રેલી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકાર દ્ધારા છેલ્લા બે દાયકામાં ખેડુતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે, કરોડો રૃપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિમેળામાં સરકારી તિજોરીમાંથી કરોડોના ખર્ચા કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડી છે. ખેડૂતોના આત્મહત્યાના બનાવો વધ્યા છે, ખેતઉપજના પોષણક્ષમ ભાવ મળતા નથી, પાક વીમાનું પ્રીમીયમ ફરજીયાત બનાવીને કૃષિ સબસિડીના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૃપિયા ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવી આપવા કૃષિ ફસલ વીમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચી પાકવીમાનું પ્રીમીયમ ફરજીયાત કાપી લેવાની યોજના કરી છે. ખેતી માટે વીજજોડાણો તાત્કાલિક અપાતા નથી.

More videos

See All